ખંભાત: શહેરની મિલની ચાલી વિસ્તારમાંથી જ જુગાર રમતાં 4 શખ્સો ઝડપાયા
Khambhat, Anand | Sep 28, 2026 આણંદ જિલ્લા કન્ટ્રોલ રૂમને માહિતી મળી હતી કે, ખંભાત રૂરલ પોલીસ મથક પાસે જ જુગાર રમાઈ રહ્યો છે. જેથી તુરંત જ ખંભાત શહેર પોલીસને જાણ કરતા પોલીસની ટીમે ખંભાત રૂરલ પોલીસ મથકની સામે જ આવેલી મીલની ચાલી પાસે છાપો મારતાં ચાર શખ્સો જુગાર રમતાં ઝડપાઈ જવા પામ્યા હતા. તેમની અંગજડતી અને દાવ પરથી રોકડા 1380 સાથે ઝડપાઈ જવા પામ્યા હતા.