જાંબુઘોડા: જાંબુઘોડા ભાજપા મંડળ અને યુવાનો દ્વારા પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ઝંડ હનુમાનજી મંદિર સુધી પદયાત્રા યોજાઈ
જાંબુઘોડા ભાજપા મંડળના સંયુક્ત ઉપક્રમે આજે શનિવારે વહેલી સવારે સુપ્રસિદ્ધ અને પૌરાણિક ધામ ઝંડ હનુમાન મંદિર સુધી ભવ્ય પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં પદયાત્રિકો અને યુવાનો ઉત્સાહભેર આ પદયાત્રામાં જોડાયા હતા.આ ધાર્મિક પ્રસંગે જાંબુઘોડા ગ્રુપ ગ્રામ પંચાયતના યુવા સરપંચ જીતકુમાર દેસાઈ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા