ગાંધીધામ: આદિપુર રામકૃષ્ણ મઠ ખાતે ગરબા, ભજન અને કન્યા પૂજન મહોત્સવ યોજાયો
રામકૃષ્ણ મઠ, આદિપુર ખાતે સ્વામી વિવેકાનંદ બાળ સંસ્કાર કેન્દ્ર અને સ્વામી વિવેકાનંદ બાલક સંઘ દ્વારા ગરબા, ભજન અને કન્યા પૂજન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સ્વામી મંત્રેશાનંદજી મહારાજે જણાવ્યું કે,આ મહોત્સવમાં આશરે 100 થી વધુ કન્યાઓનું ભવ્ય પૂજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન ધાર્મિક માહોલમાં ગરબા અને ભજનની રજૂઆત સાથે કન્યા પૂજન દ્વારા ભારતીય સંસ્કૃતિ અને સંસ્કારોનું મહત્વ ઉજાગર કરવામાં આવ્યું હતું.