ગાંધીધામ: કંપની જતી મહિલાનું રહસ્યમય મોત?મચ્છુનગર પાસે નગ્ન હાલતમાં મૃતદેહ મળતા ચકચાર!
મચ્છુનગર ફાટક નજીક બાવળની ઝાડીઓમાંથી અજાણી મહિલાનો નગ્ન હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે. મહિલા નજીક આવેલી શ્રીયામ પાવર કંપનીમાં કામ કરતી હોવાની પ્રાથમિક આશંકા વ્યક્ત થઈ રહી છે. આજે સવારે આશરે 9 વાગ્યે કંપની જતી વખતે તેની સાથે બનાવ બન્યો હોવાનું અનુમાન છે. ઘટનાને લઈ દુષ્કર્મ અને હત્યાની આશંકા વચ્ચે બી ડિવિઝન પોલીસે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે. મહિલાની ઓળખ તથા મોતનું ચોક્કસ કારણ જાણવા તપાસ ચાલુ છે.