ખંભાત: કલમસર અને વત્રા ગામે રાષ્ટ્રીય પોષણ માસ અંતર્ગત આંગણ ઉત્સવની ઉજવણી.
Khambhat, Anand | Sep 27, 2026 રાષ્ટ્રીય પોષણ માસ નિમિત્તે તા. 22 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર દરમિયાન સમગ્ર રાજ્યની આંગણવાડીઓમાં “આંગણ ઉત્સવ”ની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના અંતર્ગત ખંભાત ઘટક-1ના કલમસર ગામના વચલાપુરા, વત્રા ગામ વિસ્તાર તથા પરા વિસ્તારની આંગણવાડી કેન્દ્રો ખાતે આંગણ ઉત્સવ કાર્યક્રમની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.જિલ્લા પંચાયતના પ્રમુખ જીલુભા સિંધાના અધ્યક્ષતામાં ઉજવાયેલ ઉત્સવમાં બાળકોને સુખડી તથા ફળ તેમજ આંગણવાડી કેન્દ્ર મારફતે મળતા વિવિધ લાભો વિતરણ કરાયા હતા.