અંજાર: શ્રી ગોવર્ધન નંદીશાળામાં નંદી મહારાજને ૩,૦૦૦ કિલો તાજા શાકભાજીનો પ્રસાદ અર્પણ
Anjar, Kutch | Oct 17, 2026 ગુજરાત પ્રદેશની પ્રથમ નંદીશાળા તરીકે જાણીતી શ્રી ગોવર્ધન નંદીશાળા, અંજાર ખાતે આજે તા. ૧૭ ઓક્ટોબર, શનિવારના રોજ સચ્ચિદાનંદ સંપ્રદાયના મહંત ત્રિકમદાસજી મહારાજ દ્વારા નંદી મહારાજની સેવા અર્થે વિશેષ પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી.શારદીય નવરાત્રિના પાવન અવસરે નંદી મહારાજને આશરે ૨,૫૦૦થી ૩,૦૦૦ કિલોગ્રામ તાજાં લીલાં શાકભાજીનો પ્રસાદ અર્પણ કરવામાં આવ્યો હતો. જેમાં ટામેટાં, કોબીજ, ફૂલકોબી, રીંગણ સહિત વિવિધ શાકભાજીનો સમાવેશ થયો હતો.