માંડવી: માંડવીના નાની રાયણ ગામે રસ્તા પર દેખાયો મગર, સફળતાપૂર્વક રેસ્ક્યુ કરાયો
Mandvi, Kutch | Oct 24, 2026 કચ્છના માંડવી તાલુકાના નાની રાયણ ગામે રસ્તા પર મગર દેખાતાં લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. ઘટનાની જાણ થતાં હિન્દુ યુવા સંગઠનના સચિન મહેશ્વરી, માંડવી પોલીસ સ્ટેશનના PI ચેતક બારોટ તથા પોલીસ ટીમ તાત્કાલિક સ્થળે પહોંચી હતી. ટીમ દ્વારા મગરનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી સુરક્ષિત રીતે ફોરેસ્ટ વિભાગને સોંપવામાં આવ્યો હતો.