મળતી માહિતી મુજબ, બોધાન ગામના 70 વર્ષીય ખેડૂત ગંભીરસિંહ જાદવ આજે બપોરે પોતાના ખેતરમાં કામ કરી રહ્યા હતા. તે સમયે ઝાડીઓમાં છુપાયેલા દીપડાએ અચાનક તેમના પર હુમલો કર્યો હતો. દીપડાના હુમલામાં ગંભીરસિંહનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. આ ઘટનાની જાણ થતાં જ માંડવી પોલીસ અને વન વિભાગનો| કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. ખેડૂતના મોતના સમાચારથી પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.