માંડવી: માંડવીમાં ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત કાર્યશાળા યોજાઈ
Mandvi, Kutch | Sep 11, 2026 માંડવી શહેર ભાજપ દ્વારા ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત કાર્યશાળાનું આયોજન કરાયું હતું. કાર્યશાળામાં શહેર ભાજપ પ્રમુખ દર્શનભાઈ ગોસ્વામી, સહપ્રભારી રવીભાઈ ત્રવાડી તથા મુખ્ય વક્તા આણંદભાઈ આહીરે કાર્યકર્તાઓને માર્ગદર્શન આપ્યું. આગામી 17 સપ્ટેમ્બરથી 17 ઓક્ટોબર દરમિયાન યોજાનાર વિવિધ સેવાકીય અને સંગઠનાત્મક કાર્યક્રમોને સફળ બનાવવા કાર્યકર્તાઓને જવાબદારીઓ સોંપવામાં આવી.