લીંબડી નેશનલ હાઈવે પર આવેલા કબીરયોગાશ્રમ ખાતે 20 ફેબ્રુઆરી બપોરે ઝાલાવાડ બાબર સમાજ નો 10 મો સમુહ લગ્નોત્સવ યોજાયો જેમાં સુરેન્દ્રનગર, બાવળા, ધોળકા, બગોદરા,વિરમગામ, સાણંદ, તેમજ ધંધુકા તાલુકાના બાબર સમાજ ના 12 નવદંપતી ઓ એ પ્રભુતામાં પગલાં પાડયા હતા. આ પ્રસંગે લીંબડી ધારાસભ્ય કિરિટસિંહ રાણા અને બાબર સમાજ ના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.