ગાંધીધામ: એ-ડિવિઝન પોલીસ દ્વારા રૂ. ૧૨.૩૭ લાખનો વિદેશી દારૂ અને કાર જપ્ત
ગાંધીધામ એ-ડિવિઝન પોલીસે ખાનગી બાતમીના આધારે ઓશિયા મોલની પાછળના ભાગેથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો.પોલીસે ભારતીય બનાવટના વિદેશી દારૂના ૧૮૦ એમએલનાં ૨,૭૩૬ ક્વાર્ટર અને ૭૫૦ એમએલની ૯૬ બોટલ તથા હ્યુન્ડાઈ ક્રેટા કાર (નં. GJ-01-WB-5821) મળી કુલ રૂ. ૧૨,૩૭,૨૮૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. કારના માલિક-ચાલક સહિત તપાસમાં જે બહાર આવે તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.