હાલોલ: હાલોલ-વડોદરા હાઈવે પર કોપરની પાઈપો ભરેલી ટ્રકમાં ભીષણ આગ,હાઈવેનો એક તરફનો રોડ બંધ કરાયો
હાલોલ-વડોદરા હાઈવે રોડ પર ખાંડીવાળા નજીક આજે રવિવારના રોજ સાજના સુમારે એક ભીષણ આગની ઘટના સામે આવી છે, જેમાં વડોદરાથી હાલોલ તરફ આવી રહેલી એક ટ્રકમાં અચાનક આગ ભભૂકી ઉઠતા વિસ્તારમાં અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. આ ઘટનાને પગલે વાહનવ્યવહાર ખોરવાયો હતો અને સુરક્ષાના કારણોસર હાઈવેનો એક તરફનો માર્ગ બંધ કરવાની ફરજ પડી હતી.