નખત્રાણા: નખત્રાણાના મોટા યક્ષદેવના મેળામાં ઉમટ્યું માનવ મહેરામણ: પશ્ચિમ કચ્છ પોલીસનું ચુસ્ત સુરક્ષા કવચ
કચ્છનો સૌથી મોટો મેળો ગણાતો મોટા યક્ષ દાદાનો મેળો બીજા દિવસે સોલે કળાએ ખીલી ઉઠ્યો છે, જ્યાં સોમવારની રાત્રે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ મેળો માણવા ઉમટી પડ્યા હતા. મેળામાં ખાણી-પીણી, રમકડાં બજાર તેમજ ચકડોળ, વિવિધ રાઈડ્સ અને મોતના કૂવા જેવા મનોરંજનના સાધનો આગળ સહેલાણીઓની ભારે ભીડ જોવા મળી રહી છે. લોકોની સુરક્ષા અને સુવિધા જાળવવા માટે તંત્ર દ્વારા વ્યાજબી ભાવ વસૂલવાની કડક સૂચનાઓ આપવામાં આવી છે.