હાલોલ: હાલોલના પારખંડા પ્રાથમિક શાળામાં નવનીત ઓરડાનું ભૂમિપૂજન હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહજી પરમારના હસ્તે કરાયુ
હાલોલ તાલુકાના પારખંડા ગામે આવેલી પ્રાથમિક શાળા ખાતે તાજેતરમાં નવીન વર્ગખંડ (ઓરડા)ના નિર્માણ કાર્ય માટે ભૂમિપૂજન સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમ 22 ઓગસ્ટ, શનિવારના રોજ હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહજી પરમારના વરદ હસ્તે શાસ્ત્રોક્ત વિધિ સાથે યોજાયો હતો.