હાલોલ: હાલોલમાં વૃદ્ધાની જમીનનો બોગસ દસ્તાવેજ બનાવી હડપવાનો પ્રયાસ,7 શખ્સો સામે ગુનો નોંધાયો.
હાલોલ મામલતદાર કચેરી સ્થિત સબ રજિસ્ટ્રાર કચેરીમાં એક વૃદ્ધ મહિલાની માલિકીની ખેતીની જમીનનો ગેરકાયદેસર અને બોગસ વેચાણ દસ્તાવેજ બનાવી જમીન પચાવી પાડવાનો ગંભીર મામલો સામે આવ્યો છે. આ પ્રકરણમાં હાલોલ ટાઉન પોલીસ સ્ટેશનમાં તા.18 ઓગસ્ટ મંગળવારના રોજ કુલ 7 શખ્સો વિરુદ્ધ કાવતરું રચી છેતરપિંડી આચરવા બદલ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.