જાંબુઘોડા: નારુકોટ ગામે ડોન બોસ્કો આશ્રમશાળામાં સેવાકાર્ય,ધોરણ ૧ થી ૮ના જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને અભ્યાસકીટનું વિતરણ કરાયું
જાંબુઘોડા તાલુકાના નારુકોટ ગામ ખાતે આવેલી ડોન બોસ્કો આશ્રમશાળામાં અભ્યાસ કરતા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના શૈક્ષણિક વિકાસને પ્રોત્સાહન આપવા સેવાકીય કાર્યક્રમનું આયોજન તા.22 ઓગસ્ટ શનિવારના રોજ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ધોરણ ૧ થી ૮માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને અભ્યાસકીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.