હાલોલ: ભાઈ બીજના પર્વે પાવાગઢમાં ભક્તોની ભારે ભીડ, માતાજીના જયઘોષથી ગુંજ્યું મંદિર
ભાઈ બીજના પવિત્ર દિવસે શક્તિપીઠ પાવાગઢ ખાતે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. નવા વર્ષની રજાઓ હોવાથી વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો માતાજીના દર્શન અને મંગળા આરતીનો લાભ લેવા પહોંચ્યા છે.