અંજાર: ગંગાનકા નજીક જોખમી રીતે વાંસ ભરી વાહન દોડાવનાર ચાલક ઝડપાયો
Anjar, Kutch | Oct 18, 2026 અંજારના ગંગાનકા નજીક પીકઅપ બોલેરો વાહનમાં ૩થી ૪ ફૂટ બહાર નીકળે તે રીતે લાંબા વાંસના લાકડા ભરી પુરઝડપે અને બેદરકારીપૂર્વક વાહન ચલાવી અન્ય લોકોની જિંદગી જોખમમાં મૂકનાર ચાલકને પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.