*ગેરકાયદે રેતી ખનનની અદાવતમાં મામલતદાર સમક્ષ રજૂઆત કરવાનું મનદુખ રાખી દંપતી પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે.*
ફરિયાદી માવજીભાઈ પરમારની મંડળીની જમીનમાંથી ગેરકાયદે માટી ખનન થતું હોવાથી તેમણે મામલતદારમાં રજૂઆત કરી હતી, જેના પગલે તા. ૧૬ ઓક્ટોબર ૨૦૨૬ના રોજ મામલતદારે હિટાચી મશીન કબ્જે કરી ખનન બંધ કરાવ્યું હતું.
આ વાતની અદાવત રાખી ગત તા. ૧૭ ઓક્ટોબર ૨૦૨૬ના રોજ રાત્રિના સમયે આરોપીઓએ માવજીભાઈના ઘરે આવી ઝઘડો કર્યો હતો.
ઉશ્કેરાયેલા આરોપીએ માવજીભાઈના માથામાં પાઈપનો ઘા મારી હુમલો
હુમલો કર્યા બાદ આરોપીઓ “જો હવે પછી રેતી ખનનની રજૂઆત કરશો તો જાનથી મારી નાખીશું” તેવી ધમકી આપી નાસી છૂટ્યા હતા.
બનાવ અંગે ઈજાગ્રસ્ત દંપતીને ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા ધંધુકા આર.એમ.એસ. હોસ્પિટલ ખાતે સારવાર અપાઇ હતી.
આ મામલે ધંધુકા પોલીસ સ્ટેશન ખાતે ચારેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધીને પોલીસે કાયદેસરની વધુ તપાસ હાથ ધરી છે.