અમદાવાદની ખોખરા વિસ્તારમાં આવેલી IITRAM કોલેજની હોસ્ટેલમાં વાહન પાર્કિંગના મુદ્દે વિવાદ સર્જાયો છે. વિદ્યાર્થીઓને પોતાના ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર પાર્ક કરવાની મંજૂરી ન મળતી હોવાની રજૂઆત સાથે NSUIએ કોલેજના મુખ્ય ગેટ પર તાળાબંધી કરી હતી.
બે દિવસ પહેલાં વિરોધ કરવા છતાં સમસ્યાનો ઉકેલ ન આવતાં NSUIએ કોલેજ સત્તાધીશોને 24 કલાકનું અલ્ટીમેટમ આપ્યું છે. જો આ સમયગાળામાં સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો દરરોજ તાળાબંધી કરીને વધુ ઉગ્ર વિરોધ કરવાની ચીમકી આપવામાં આવી છે.
[ IITRAM College, Amdavad News, Student Protest, Parking Issue, NSUI ]
#Amdavad #IITRAM #NSUI #StudentProtest #CityNews