અમદાવાદના બાપુનગર પાંચ રસ્તા ખાતે ટ્રાફિકની સમસ્યા ઘટાડવા માટે નવી કેપ્સૂલ સિસ્ટમ લાગુ કરવામાં આવી છે. અહીં મુખ્ય કટ બંધ કરીને બંને બાજુ 100 મીટરના અંતરે નવા કટ ખોલવામાં આવ્યા છે, જેથી વાહનોની અવરજવર સરળ બને અને ટ્રાફિક જામની સમસ્યા ઓછી થાય.
આ નવી વ્યવસ્થા શરૂ થયા બાદ ટ્રાફિકની સમસ્યામાં ઘટાડો જોવા મળ્યો છે. સાથે જ આ રસ્તા પરથી પસાર થતી એમ્બ્યુલન્સને પણ ટ્રાફિકમાં ફસાવું ન પડે તે માટે રાહત મળી છે. વાહનચાલકોને નક્કી કરેલા રસ્તાનો ઉપયોગ કરવા અને રોંગ સાઇડમાં વાહન ન ચલાવવા અપીલ કરવામાં આવી છે.
(Amdavad, Bapunagar Five Roads, Capsule System, Traffic Management, Traffic Police, Ambulance Movement, Road Safety)
#Amdavad #Bapunagar #CapsuleSystem #TrafficUpdate #AmdavadTraffic