અમદાવાદની સ્કૂલોને ફરી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે
છેલ્લા 11 મહિનામાં આઠમી વખત શહેરની સ્કૂલોને ધમકીભર્યા ઈમેલ મળ્યા છે. આ વખતે સેટેલાઇટની નારાયણ ગુરુ સ્કૂલ અને વિદ્યાભારતી સ્કૂલ ઉપરાંત ચાંદખેડાની પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ અને આંબાવાડીની સી.એન. વિદ્યાલયને પણ ધમકી મળી છે.
આ ધમકીભર્યા ઈમેલમાં 21 નવેમ્બરે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાનારા દિલજીત દોસાંજના કોન્સર્ટનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ધમકી મળતાં વાલીઓ બાળકોને લેવા સ્કૂલે પહોંચ્યા હતા. હાલ પોલીસ, ફાયર બ્રિગેડ, બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.
[Ahmedabad News, School Bomb Threat, Diljit Dosanjh Concert, Gujarat News, Ahmedabad Schools]
#Ahmedabad #AhmedabadNews #DiljitDosanjh #GujaratNews #BreakingNews