મોરવા હડફ: મોરવા હડફ નજીક ઇકો ગાડીએ બાઇકને ટક્કર મારતાં યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત, ચાલક ફરાર.
મોરવા હડફ તાલુકાના કુવાઝર તળાવ પાસે વણકુડા રોડ પર એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. પૂરઝડપે અને ગફલતભરી રીતે આવી રહેલી ઇકો ગાડીના ચાલકે બાઇકને જોરદાર ટક્કર મારતાં બાઇક સવાર યુવક ગંભીર રીતે ઘાયલ થયો છે, જ્યારે અકસ્માત સર્જીને ઇકો ચાલક વાહન સાથે ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.