અંજાર: ગોવર્ધન નંદી શાળામાં વરસાદી પાણી અને ગૌમૂત્રના ઉપયોગથી નંદીઓ માટે જુવારનો પાક તૈયાર
Anjar, Kutch | Oct 17, 2026 ગુજરાતની પ્રથમ નંદી શાળા તરીકે ઓળખાતી ગોવર્ધન નંદી શાળામાં નંદીઓના પોષણ માટે ખાસ જુવારનો પાક તૈયાર કરવામાં આવ્યો છે. મહંત ત્રિકમદાસજી મહારાજે જણાવ્યું હતું કે આ પાક તૈયાર કરવામાં વરસાદી પાણી અને ગૌમૂત્રનો ઉપયોગ કરવામાં આવ્યો છે.ગૌસેવા અને નંદીઓના પોષણને ધ્યાનમાં રાખીને કરવામાં આવેલી આ પહેલ પ્રાકૃતિક સંસાધનોના ઉપયોગ સાથે ગૌવંશની સંભાળ રાખવાનો એક અનોખો પ્રયાસ છે.