સિહોર: નવરાત્રીની રાત્રે કાળકા માતાજીના સુવર્ણ શણગારના દર્શન અને સુવાંગ ની રમઝટ -
શિહોર શહેરમાં પરંપરાગત રીતે ચાલતી આવતી નવરાત્રી મહોત્સવની ઉજવણીમાં ગત રાત્રે કાળકા માતાજી ચોકમાં અનેરો માહોલ જોવા મળ્યો હતો. નવરાત્રીના નવલા નોરતાના રાત્રિના સમયે કાળકા માતાજી ના સુવર્ણ શણગાર સાથે ભવ્ય સુવાંગ (વેશ) નીકળ્યા હતા,મોઢામાં લોખંડની તલવાર (સાંગ) આરપાર નાખીને માતાજીના કાળ સ્વરૂપનો જીવંત પરચો બતાવ્યો હતો. મોઢામાંથી સાંગ પસાર થતા જ ભક્તોમાં "જય કાળકા માં" નો જયઘોષ ગુંજી ઉઠ્યો હતો. આ દ્રશ્ય જોઈને હાજર સેંકડો લોકોના રૂંવાડા ઉભા થઇ ગયા હતા