માંડવી: માંડવી તાલુકામાં ભ્રષ્ટાચારના આક્ષેપો, કોંગ્રેસની ઉગ્ર રજૂઆત
Mandvi, Kutch | Oct 26, 2026 માંડવી તાલુકાનાં ગામોમાં કથિત ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે માંડવી શહેર અને તાલુકા કોંગ્રેસ દ્વારા તાલુકા વિકાસ અધિકારીને ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. કોંગ્રેસે આક્ષેપોની તપાસ કરી જવાબદાર સામે સત્વરે કાર્યવાહી કરવાની માંગ કરી હતી. આ પ્રસંગે ખેરાજભાઈ ગઢવી, મીતભાઈ ગઢવી, અનિલભાઈ મોતા સહિત કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.