અંજાર: બિલેશ્વરનગરમાં ગણેશ મહોત્સવની ભક્તિભાવપૂર્વક ઉજવણી
Anjar, Kutch | Sep 20, 2026 બિલેશ્વરનગર સ્થિત રામકૃષ્ણ શારદા સેવાશ્રમ પ્રાર્થના કેન્દ્ર ખાતે ગણેશ મહોત્સવની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. શિવણ કેન્દ્ર, મા શારદા ટ્યુશન ક્લાસના વિદ્યાર્થીઓ, વિવેકાનંદ બાલ સંસ્કાર સંઘ તથા સ્વામી વિવેકાનંદ કોમ્પ્યુટર સેન્ટરના વિદ્યાર્થીઓ દ્વારા સમૂહ આરતી અને પૂજા કરવામાં આવી હતી.આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા. પૂજા-આરતી બાદ પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું હતું.