હાલોલ: જ્યોતિ સર્કલ પાસે કેમિકલ ભરેલું ટેન્કર પલ્ટી માર્યું
હાલોલના જ્યોતિ સર્કલ પાસે ઘોઘંબાની GFL કંપનીમાં જઈ રહેલું કેમિકલ ટેન્કર પલ્ટી માર્યું. ડ્રાઈવરે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો. કોઈ કેમિકલ લીકેજ ન થતાં મોટી જાનહાનિ ટળી છે. ક્રેન દ્વારા ટેન્કર હટાવવાની કામગીરી ચાલુ છે.