ભાવનગર: કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણીએ નારી સહિતના વિસ્તારમાં રહેતા સૈનિકોના પરિવારજનો સાથે દિવાળીની ઉજવણી કરી
ભાવનગર શહેરના જુદા જુદા વિસ્તારમાં રહેતા સૈનિકોના પરિવારજનો સાથે કેબિનેટ મંત્રીએ દિવાળી પર્વની ઉજવણી કરી હતી. ભાવનગર શહેરના નારી મિલેટ્રી સોસાયટી હાદાનગર સહિતના વિસ્તારમાં વસતા સૈનિક જવાનોના પરિવારજનોના ઘરે જઈ કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણીએ વીડિયો કોલ થી વાત કરી દિવાળી પર્વની શુભેચ્છાઓ સાથે ઉજવણી કરી હતી.