અંજાર: ચાંદરાણી વાડી વિસ્તાર ખાતે બનેલ ચોરીના ગુનામાં સંડોવાયેલ આરોપીઓને ગણતરીના કલાકોમાં દુધઈ પોલીસે ઝડપ્યા
Anjar, Kutch | Nov 19, 2025 ચાંદરાણી ગામના વાડી વિસ્તારમાં ચોરી થવાની ફરિયાદ ૧૮/૧૧/૨૦૨૫ ના રોજ દુધઈ પોલીસ મથકે નોંધાવાઈ હતી.પીઆઇ આર.આર.વસાવાએ દુધઈ પોલીસ સ્ટાફ સાથે ગણતરીના કલાકોમાં જ આરોપીઓ શબ્બીર હુશેન કાશમશા શેખ અને અબ્દુલ ઈશાક કુંભારની ધોરણસર અટક કરી 16,000 ની કિંમત નો કોપરનો વાયર રિકવર કરી કાયદેસ૨ની કાર્યવાહી કરવામાં આવેલ છે. તથા કાયદાના સંઘર્ષમાં આવેલ એક બાળ કિશોરને કાયદાકીય પ્રક્રિયા કરી તેનો કબ્જો તેના વાલી વારસને સોપવામાં આવેલ છે.