નખત્રાણા: કચ્છના નખત્રાણામાં ત્રિ-દિવસીય ભવ્ય રામદેવપીર લોકમેળાનો પ્રારંભ
કચ્છના નખત્રાણા ખાતે આજથી ભવ્ય રામદેવપીર લોકમેળાનો ઉત્સાહભેર પ્રારંભ થયો છે. અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાના હસ્તે આ લોકમેળાનું વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ઉદ્ઘાટન બાદ જ મેળા પરિસરમાં લોકોની ચહલપહલ વધવા લાગી છે અને ચારેય તરફ આગવી રોનક જોવા મળી રહી છે. નખત્રાણા નગરપાલિકા દ્વારા ૨૧, ૨૨ અને ૨૩ સપ્ટેમ્બર દરમિયાન યોજાયેલા આ ત્રિ-દિવસીય મેળામાં વિવિધ રાઈડ્સ, સાંસ્કૃતિક કાર્યક્રમો અને અનેક મનોરંજક આકર્ષણો ઊભા કરવામાં આવ્યા છે.