જાંબુઘોડા: જાંબુઘોડાના જોરિયા પરમેશ્વર વિનયન અને વિજ્ઞાન કૉલેજ NSS વિભાગ દ્વારા નશા મુક્ત યુવા ફોર વિકસિત ભારત અંતર્ગત રેલી યોજાઈ
વડાપ્રધાનના સેવા અને સમર્પણના 25 વર્ષની ઉજવણીના ભાગરૂપે સમગ્ર ભારતમાં સેવા સંકલ્પ અભિયાન ઉજવાઈ રહ્યું છે. આ સંદર્ભે જોરીયા પરમેશ્વર વિનયન અને વિજ્ઞાન કોલેજ જાંબુઘોડાના NSS વિભાગ દ્વારા તા.1 ઓક્ટોબર ગુરુવારના રોજ નશા મુક્ત યુવા ફોર વિકસિત ભારત અભિયાન અંતર્ગત જાંબુઘોડા ખાતે વિશાળ રેલીનું આયોજન કોલેજના આચાર્ય ડો.સી.બી. રાઠવાની પ્રેરણા અને માર્ગદર્શન મુજબ કરવામાં આવ્યું હતું.