ગાંધીધામ: પંચમુખી હનુમાન મંદિર, આદિપુર ખાતે ‘એક સાંજ લાડકવાયી દીકરીના નામ – નારી તું નારાયણી’ અંગે બેઠક યોજાઈ
સનાતન શ્રીરામ સંગઠન દ્વારા તા. ૧ ઓક્ટોબરના રોજ આયોજિત ‘એક સાંજ લાડકવાયી દીકરીના નામ – નારી તું નારાયણી’ કાર્યક્રમના આયોજનને લઈ પંચમુખી હનુમાન મંદિર, આદિપુર ખાતે મહંત પ્રકાશ આનંદજી મહારાજના સાનિધ્યમાં મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી.બેઠકમાં દીકરીઓના ઉત્થાન, સુરક્ષા, શિક્ષણ, સંસ્કાર અને ઉજ્જવળ ભવિષ્ય અંગે ચર્ચા કરવામાં આવી હતી. કાર્યક્રમને સફળ બનાવવા માટે વિવિધ મુદ્દાઓ પર આયોજન અને જવાબદારીઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.