ગાંધીધામ: આદિપુરમાં 15મા સાર્વજનિક દુર્ગાપૂજા મહોત્સવની ઉજવણી
આદિપુર: દુર્ગોત્સવ ટ્રસ્ટ,આદિપુર દ્વારા પ્રભુ દર્શન ગ્રાઉન્ડ ખાતે 15મા સાર્વજનિક દુર્ગાપૂજા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. તા. 15થી 21 ઓક્ટોબર, 2026 દરમિયાન યોજાઈ રહેલા આ મહોત્સવમાં 19 ઓક્ટોબરના રોજ અષ્ટમીના પાવન અવસરે કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા, કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદ, ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી,ધવલભાઇ આચાર્ય,મનપા મેયર દીવ્યાબેન નાથાણી સહીદ સૌવે દર્શનનો લાભ લીધો હતો