હાલોલ: હાલોલમાં પત્ની સાથે બોલાચાલી બાદ 23 વર્ષીય યુવકનો પાવાગઢના જંગલમાં ગળેફાંસો ખાઈ આપઘાત,પોલીસે તપાસ હાથ ધરી
હાલોલના પાવાગઢ રોડ પર મીનાર મસ્જિદ નજીકના જંગલ વિસ્તારમાં એક 23 વર્ષીય યુવકે ઝાડ સાથે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધાની દુઃખદ ઘટના સામે આવી છે. પત્ની સાથે થયેલી ઘરગથ્થુ બોલાચાલી બાદ યુવકે આ અંતિમ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક વિગતોમાં બહાર આવ્યું છે.મૃતક યુવકની ઓળખ હાલોલના ગંગાનગર વિસ્તારમાં રહેતા સુનીલભાઈ સરતનભાઈ રાઠવા તરીકે થઈ છે.