ગાંધીધામ: આદિપુરમાં વિદ્યાર્થીઓથી ભરેલી સ્કૂલ બસ ખાડામાં ફસાતા અફરાતફરી
આદિપુર: ફિલ્મ જોવા માટે આવેલી સ્કૂલના વિદ્યાર્થીઓથી ભરેલી સ્કૂલ બસ રસ્તાની બાજુમાં આવેલા મોટા ખાડામાં અચાનક ફસાઈ ગઈ હતી. બસ ખાડામાં ફસાતા બસમાં સવાર વિદ્યાર્થીઓમાં ભય અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી અને બસમાં સવાર તમામ વિદ્યાર્થીઓ સુરક્ષિત રહ્યા હતા. ઘટનાને પગલે સ્થળ પર લોકોના ટોળા એકત્ર થયા હતા.