ખંભાત: વિશાળ કદની 16થી વધુ ગણેશજીનું મૂર્તિઓનું ખંભાતના દરિયામાં વિસર્જન કરાયું, જનમેદની ઉમટી
Khambhat, Anand | Sep 26, 2026 ઐતિહાસિક અને નવાબી નગરી તરીકે જાણીતું ખંભાત હવે દિનપ્રતિદિન 'ઉત્સવપ્રિય શહેર' તરીકે આગળ વધી રહ્યું છે.ખંભાતમાં દરેક તહેવારો ધામધૂમથી ઉજવવામાં આવતા હોય છે.હવે તો ખંભાતીઓ માટે કોઈ પણ એક દિવસનો પર્વ બે દિવસીય બની ગયો છે.ખંભાત પંથકમાં આ વર્ષે 150થી વધુ ગણેશજીની મૂર્તિઓની સ્થાપના કરાઈ હતી.આ વર્ષે ખંભાતમાં વિશાળ કદની ગણેશજીની મૂર્તિઓનું ક્રેઝ જોવા મળ્યો હતો.આજે 16 જેટલી 15 થી 22 ફૂટ ઊંચાઈની ગણેશજીની મૂર્તિઓની દરિયામાં પધરામણી કરાઈ હતી.