માંડવી: માંડવી લક્ષ્મી ટોકીઝ ખાતે સમસ્ત બ્રહ્મ સમાજે ‘હનુમંત અંશ’ ફિલ્મ નિહાળી
Mandvi, Kutch | Sep 12, 2026 માંડવી લક્ષ્મી ટોકીઝ ખાતે સમસ્ત બ્રહ્મ સમાજના સભ્યોએ સહપરિવાર બાબા નીમ કરોલીના જીવનચરિત્ર પર આધારિત ‘હનુમંત અંશ’ ફિલ્મ નિહાળી. આ પ્રસંગે બ્રહ્મ સમાજના પ્રમુખ મુકેશભાઈ જોશીએ ધાર્મિક અને સંસ્કારી ફિલ્મોનું વધુને વધુ નિર્માણ થાય તેમજ અન્ય સમાજના લોકો પણ આવી ફિલ્મો પરિવાર સાથે નિહાળે તેવી અપીલ કરી હતી.