ખંભાત: માધવલાલ શાહ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ ઇકો ફ્રેન્ડલી માટીમાંથી સંસ્કાર, ગણેશોત્સવમાંથી પર્યાવરણનો સંદેશ પાઠવ્યો
Khambhat, Anand | Sep 24, 2026 ખંભાતની ધી કેમ્બે એજ્યુકેશન સોસાયટી સંચાલિત માધવલાલ શાહ હાઇસ્કુલના વિદ્યાર્થીઓએ આ પર્વને પર્યાવરણ જાગૃતિ સાથે જોડી એક અનોખી પહેલ કરી હતી. જે હાલમાં પણ કાર્યરત છે. વિદ્યાર્થીઓએ બે ફૂટની માટીની ઇકો-ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિ તૈયાર કરી દસ દિવસ સુધી પૂજા, અર્ચના અને આરાધના કર્યા બાદ હવે વિસર્જનના સ્થાને એ જ જગ્યાએ બે વૃક્ષો વાવવાનો સંકલ્પ લીધો છે. 'મારી માટી, મારા ગણેશ' અને ‘મારી મૂર્તિ, મારા બે વૃક્ષ’ના સંદેશ સાથે બાળકો અનોખો સંદેશ પાઠવ્યો હતો.