હાલોલ: હાલોલ શહેરમાં ઈદ-એ-મિલાદ પર્વની ઉજવણીને લઈને ચાલતી તડામાર તૈયારીઓ,રોશનીનો ઝગમગાટ જોવા મળ્યો
ઇસ્લામ ધર્મના મહાન પેગંબર હજરત મોહમ્મદ સાહેબના જન્મદિન એટલે કે 'ઈદ-એ-મિલાદ' પર્વની ઉજવણીને લઈને હાલોલ શહેરમાં મુસ્લિમ બિરાદરો દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ઉજવણીના ભાગરૂપે છેલ્લા કેટલાક દિવસોથી હાલોલ શહેરના વિવિધ વિસ્તારો તેમજ મસ્જિદોને મનોહર રોશનીથી શણગારવામાં આવી છે.આ પર્વના અનુસંધાને શહેરની વિવિધ મસ્જિદોમાં જિક્ર-એ-શરીફ અને મિલાદ-એ-શરીફના રોશનીસભર ધાર્મિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.