ગાંધીધામ: મિલકતોનો ડિજિટલ ડેટાબેઝ તૈયાર કરાશે
મનપાએ નાગરિકોને અધિકૃત આઈડી ધરાવતી સર્વે ટીમને સહકાર આપવા અપીલ કરી
શહેરના સુઆયોજિત વિકાસ માટે ‘અર્બન એટલાસ’ પ્રોજેક્ટ અંતર્ગત ડ્રોન સર્વે અને GIS ટેક્નોલોજીથી મિલકતો તથા જાહેર સંપત્તિઓનો ડિજિટલ ડેટાબેઝ તૈયાર કરવામાં આવશે.મહાનગરપાલિકાએ નાગરિકોને અધિકૃત આઈડી ધરાવતી સર્વે ટીમને સાચી માહિતી આપી સહકાર આપવા અપીલ કરી છે. માહિતીનો ઉપયોગ માત્ર સરકારી પ્રોજેક્ટના હેતુ માટે કરવામાં આવશે.