ધારાસભ્ય કુંવરજી હળપતિએ જણાવ્યું કે આજે માંડવી તાલુકાના સાલૈયા ગામના ભાથીફળિયા ખાતે ગામના દીકરા-દીકરીઓના ઉજ્જવળ ભવિષ્યને સમર્પિત લાઇબ્રેરીનું ભવ્ય લોકાર્પણ સફળતાપૂર્વક સંપન્ન થયું.આ લાઇબ્રેરી માત્ર એક ઇમારત નથી, પરંતુ ગ્રામ્ય વિદ્યાર્થીઓ માટે જ્ઞાનનું કેન્દ્ર, સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીનું પ્રેરણાસ્થાન અને સપનાઓને સાકાર કરવાની શક્તિનું પ્રતિક છે.