હાલોલ: હાલોલના વાવડી ગામમાં કોઝવે પર મગર દેખાતા ગ્રામજનોમાં ફફડાટ, વન વિભાગ પાસે રેસ્ક્યુની માંગ
પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના વાવડી ગામમાં કોઝવે પર અચાનક મગર આવી ચડતા સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ સર્જાયો છે. વાવડી અને કાકલપુર ગામ વચ્ચે આવેલા કોતરના કોઝવે પર ગત મોડી રાત્રે સાડા નવ વાગ્યાના અરસામાં પસાર થઈ રહેલા સ્થાનિકોને મગર નજરે પડ્યો હતો. રસ્તા પર જ મગર બેઠેલો જોઈને વાહનચાલકો અને રાહદારીઓ ગભરાઈને પરત ફર્યા હતા.