ગાંધીધામ: બસ સ્ટેશન ખાતે ‘સ્વચ્છતા સંકલ્પ’ કાર્યક્રમ યોજાયો,મેયર, ધારાસભ્ય અને કમિશનરની ઉપસ્થિતિમાં સફાઈ અભિયાન હાથ ધરાયું
ગાંધીધામ બસ સ્ટેશન ખાતે ‘સ્વચ્છતા સંકલ્પ’ અંતર્ગત વિશેષ સફાઈ ઝુંબેશ અને સંકલ્પ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, મેયર દિવ્યાબેન નાથાણી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તેજસભાઈ શેઠ, મહાનગરપાલિકા કમિશનર બીડી ડાવેરા,તથા ડેપ્યુટી કમિશનર સંજયકુમાર રામાનુજ ડેપ્યુટી કમિશનર ઉર્વીશ વાણંદ સહિત મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે ઉપસ્થિત આગેવાનો અને અધિકારીઓએ શ્રમદાન કર્યુ હતું