હાલોલ: હાલોલના ગોધરા બાયપાસ પર વીજ કેનાલમાં ભીષણ આગ, ફાયર વિભાગે કાબૂ મેળવ્યો
હાલોલના ગોધરા બાયપાસ પર આવેલી સંકલ્પ હોટલ નજીક વીજ કેનાલમાં શોર્ટ સર્કિટથી આગ લાગી હતી. હાલોલ ફાયર વિભાગની ટીમે સમયસર પહોંચીને આગ પર કાબૂ મેળવતા મોટી દુર્ઘટના ટળી હતી. ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી.