ખંભાત: ખંભાતમાંથી વિદેશી દારૂ-બીયરની 26 બોટલો સાથે શખ્સ ઝડપાયો
Khambhat, Anand | Sep 23, 2026 ખંભાત શહેર પોલીસને માહિતી મળી હતી કે, રબારીવાસ ભીલવાસમાં રહેતો સોહેલ ઉર્ફે કાલુ મનહરભાઈ ઉર્ફે મનુભાઈ રાણા પોતાના ઘરમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવી રાખીને તેનું છૂટકમાં વેચાણ કરે છે. જેના આધારે પોલીસે છાપો મારતાં ઘર પાસેથી સુનિલ ગણેશભાઈભીલમળી આવ્યો હતો પોલીસે ઘરની તલાશી લેતાં રસોડામાંથી એક લાલ કલરના મીણીયાના કોથળામાંથી વિદેશી દારૂની 750 એમએલની 2 બોટલો, 19 ક્વાર્ટરીયા તેમજ ૫ બીયરના ટીન મળી આવ્યા હતા. જેની કિંમત 9200 રૂપિયા જેટલી થવા જાય છે.