ગાંધીધામ: ચાવલા ચોકથી ગુમ થયેલા 12 વર્ષના બાળકને શોધી પરિવારને સોંપતી ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ
ગાંધીધામ: શહેરના ચાવલા ચોક ખાતે પરિવાર સાથે ખરીદી કરવા આવેલું 12 વર્ષનું બાળક ગુમ થતાં પરિવારજનોએ ગાંધીધામ એ-ડિવિઝન પોલીસનો સંપર્ક કર્યો હતો.પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા, પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમાર અને નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરીની સૂચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર એમ.જે. રાઠોડે સ્ટાફની અલગ-અલગ ટીમો બનાવી બાળકને શોધી કાઢી સુરક્ષિત રીતે તેના પરિવારને સોંપ્યો હતો .