હાલોલ: હાલોલ ટાઉન પોલીસ મથકે આગામી તહેવાર ઇદે મિલાદ, રક્ષાબંધન અને ગણેશ મહોત્સવ ને લઈને શાંતિ સમિતિની બેઠક યોજાઈ
આગામી સમયમાં આવી રહેલા પવિત્ર તહેવારો ઇદે મિલાદ, રક્ષાબંધન અને ગણેશ મહોત્સવની નગરમાં શાંતિપૂર્ણ અને ભાઈચારાના વાતાવરણમાં ઉજવણી થાય તે હેતુથી હાલોલ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે આજે શુક્રવારે એક વિશેષ શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠક હાલોલ વિભાગના (DySP) વી.જે. રાઠોડની અધ્યક્ષતામાં યોજાઈ હતી