ગાંધીધામ: ગોપાલપુર રેલવે સ્ટેશન પર પાયાની સુવિધાઓ તાત્કાલિક પૂરી પાડવા ગાંધીધામ ચેમ્બરની રજૂઆત #Jansamasya
ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા નવનિર્મિત ગોપાલપુર રેલવે સ્ટેશન પર મુસાફરોની સુવિધા અને સલામતી માટે પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝનના ડીઆરએમ વેદપ્રકાશ સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.ચેમ્બરે જણાવ્યું કે વરિષ્ઠ નાગરિકો, દિવ્યાંગજનો, મહિલાઓ, બાળકો અને સામાન સાથે મુસાફરી કરતા મુસાફરોને સુગમ, સલામત અને આરામદાયક મુસાફરી મળી રહે તે માટે રેલવે તંત્ર વહેલી તકે જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવે તેવી અપીલ કરવામા આવી છે.