દેત્રોજ રામપુરા: અમરાઈવાડીમાં મહિલાના મકાનમાં ચોરી, પોલીસે તપાસ હાથ ધરી
અમરાઈવાડીના ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતી મહિલાના ઘરમાંથી તસ્કરો રૂ. 6.13 લાખના સોનાના દાગીના ચોરી કરી ફરાર થઈ ગયો હતો. મહિલા KYC કરાવવા બેંકમાં ગઈ ત્યારે તસ્કરોએ ઘરને નિશાન બનાવ્યું હતું. આ અંગે અમરાઈવાડી પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.